રાષ્ટ્રહિત સર્વોપરી
ઘણા સમયથી લખવાનું બંધ હતું. આજે એક વિચાર આપ સૌને સમક્ષ મૂકી રહ્યો છું આશા છે કે મારા મિત્રો અને શુભેચ્છકો ને ગમશે.
જીવનમાં આપણે ઘણી ભૂલો કરીએ છીએ પરંતુ જે ભૂલો માણસોને ઓળખવામાં કરીએ છીએ તેનું નુકસાન સૌથી વધારે હોય છે.
મહાન નાટ્યકાર અને નવલકથાકાર સેક્સપીયરે આ બાબતનો બખૂબી ઉપયોગ તેની નવલકથાઓ અને નાટકોમાં કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિને સામ, દામ ,ભેદ કે દંડથી ખતમ કરી શકાતો નથી ત્યારે તેનો કોઈ અંગત વ્યક્તિ જ તેના સર્વનાશનું કારણ બને છે. જુલીયસ સીઝર નામના નાટકમાં જ્યારે મહાન દેશભક્ત અને લીડર સીઝરને તેના દુશ્મનો ખતમ કરી શકતા નથી ત્યારે તેનો એક અંગત મિત્ર આ કામ કરે છે , અને જ્યારે તેના દુશ્મનો તેના પર ખંજરનો વાર કરતા હોય છે તે દરમિયાન તેનો સૌથી નજીકનો મિત્ર પણ ખંજરનો વાર કરે છે ત્યારે સીઝર બોલે છે મિત્ર... બ્રૂટ્સ તું પણ ! તો પછી આના કરતા તો મૃત્યુ જ ભલું !! એના માટે મૃત્યુ ને ખંજરના ઘાત કરતા પણ ભયાવહ અને દુઃખદ મિત્રનો વિશ્વાસ પર કરેલો ઘાત હતો ..!
આપણો ઇતિહાસ પણ આવા ગદ્દારોથી ભરેલો છે કે જ્યારે આપણા યોગ્ય રાજાઓએ અયોગ્ય વ્યક્તિઓ પર વિશ્વાસ મૂક્યો અને તેનું પરિણામ સમગ્ર રાજ્યનું વિનાશ અને પતન આવ્યું. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે આપણામાંથી આપણાને શોધવા . માણસની આખી જિંદગી નીકળી જાય છે તેમ છતાં તે પોતાના માણસોને ઓળખી શકતો નથી , અને પોતાનું અહિત ઈચ્છતા સાપોને આખા જીવન દૂધ પીવડાવી પોષતો રહે છે, અને જ્યાં સુધી સત્ય સમજાય ત્યાં સુધી વાર્તા પૂર્ણ થઈ ગઈ હોય છે
તો યક્ષ પ્રશ્ન એ છે કે પોતાના માણસોને ઓળખવા કેવી રીતે ??? તેનો જે જવાબ મને મળ્યો છે એ એ છે કે વ્યક્તિના વાણી , વર્તન અને કર્મની સમાનતા છે કે નહીં તેની પુષ્ટિ પરથી !
આશા રાખું કે આ વિચાર આપને ગમ્યો હશે અને જીવનમાં ક્યાંક ઉપયોગી થઈ પડશે.
Excellent 👍👍👍
જવાબ આપોકાઢી નાખોજી
જવાબ આપોકાઢી નાખો