કોરોના અને ભારત ....
પ્રાચીન ભારતથી આધુનિક ભારતની સફર
વંદે ભારત માતરમ !
આજના આ લેખમાં શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત છે.
શા માટે વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ આપનારી ભારતીય સંસ્કૃતી પોતાના જ દેશમાં પોતાની ઓળખાણ શોધી રહી છે ? શા માટે રામાયણ કે મહાભારત ફરી શરુ થવાથી વિરોધનો આટલો ભયાનક સુર ઉઠી રહ્યો છે ? બંધારણની કલમ ૩૦ મુજબ દરેક ધર્મના લોકો પોતાની ધર્મની શિક્ષા આપી શકે છે . પરંતુ કલમ ૩૦ અ મુજબ માત્ર હિંદુધર્મ ના લોકોને આ અધિકાર નથી . હિંદુઓ પોતાના ધર્મનું શિક્ષણ ના આપી શકે આવી અન્યાયપૂર્ણ કલમો શા માટે બંધારણમાં જોડવામાં આવી ? હિન્દુઓને ધર્મની શિક્ષા કે ધર્મગ્રંથોના અધ્યયન કે શિક્ષણથી વંચિત રાખવાનું આટલું મોટું ષડયંત્ર શા માટે ? શા માટે રામસેતુ ને તોડી પાડવા સુધીના હુકમો આપવા પડ્યા ? શા માટે આપણા મર્યાદા પુરુષોત્તમ રામ કે જે આપણા આરાધ્ય દેવ છે . અને તમામ હિંદુઓ જેમના પુનઃ આગમન સ્વરૂપે દિવાળી ઉજવે છે , એ રામ તો માત્ર એક કાલ્પનિક પાત્ર છે એવું એફિડેવિટ કરવામાં આવે છે ? આની પાછળનો આશય કે મેલી મુરાદ શું છે ? શા માટે હંમેશા બહુસંખ્યક લોકો જોડે કે જે સરકારની સાથે હંમેશા ખભે ખભા મિલાવીને ઉભા હોય તેમને સાબિતીઓ આપવી પડે છે ? શા માટે આપણા વડાપ્રધાનથી એક મોટો બુદ્ધિજીવી વર્ગ એટલી હદે નફરત કરે છે કે એમના મોતની દુવાઓ માંગે છે ? શા માટે કોઈ પણ સારા કાર્યની અંદર કમીઓ કે ખરાબીઓ જ શોધવામાં આવે છે ? શા માટે બહુસંખ્યકોની ઉદારતાને તેમની નબળાઈ ગણવામાં આવે છે ?શા માટે વીર સાવરકર જેવા પ્રખર દેશ ભક્તને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા ? શા માટે એવું ફરમાન છોડવામાં આવ્યું કે સાવરકરના સેલ્યુલર જેલમાં આવેલી કોટડીના તમામ લખાણો દુર કરી એ કોટડી પર ચૂનો લગાડવાના આદેશો આપવામાં આવ્યા ? શા માટે સાવરકરથી યુવા પેઢી પરિચિત ના થાય તેવા શક્ય તમામ મરણીયા પ્રયાસો કરવામાં આવ્યા ? પ્રશ્નો હજી ઘણા છે . તેની વિગતે ચર્ચા ચોક્કસ કરીશું. પણ આજે સાંપ્રત સમયમાં આપણી સંસ્કૃતિના સૂર્યોદયને નિહાળી રહ્યો છુ તેની વાત કરવી છે.
મધ્યયુગમાં સંપૂર્ણ યુરોપ ઉપર રાજ કરવાવાળું રોમ (ઇટલી) આજે વિનાશના કગારે આવીને ઉભું છે .
મધ્ય પૂર્વમાં જેની આણ વર્તાતી હતી તે ઈરાન આજે ઘુટણીયે બેઠું છે .
જેના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય અસ્ત નહતો થતો એ બ્રિટીશ સામ્રાજ્યના ઉત્તરાધિકારી બર્કીન્ગ્ધમ મહેલમાં કેદ છે.
જે પોતાને આધુનિક યુગની સર્વોચ્ચ શક્તિ મનાતું હતું તે રશિયા આજે સીમાઓ બંધ કરીને બેઠું છે.
જેના ઈશારા માત્રથી દુનિયાના નકશાઓ બદલાઈ જતા હતા અને જે પોતાને દુનિયાના મુખી ગણતું હતું તે અમેરિકા આજે સંપૂર્ણ લોક ડાઉન છે.
ચીન પોતાનું મો છુપાઈને ફરે છે અને બધાની ગાળો ખાય છે.
એક નાના પરજીવીએ (કોરોના વાઈરસ) સમસ્ત વિશ્વને ઘુટણીએ લાવી દીધું. ના તો પરમાણુંશાસ્ત્રો કામે લાગે છે , ના તો તેલના કુવાઓ, મનુષ્યજાતિનો બધો જ વિકાસ પણ આ વિષાણુનો સામનો નથી કરી શકતો.શું થયું ? નીકળી ગઈ ડંફાસ ? બસ આટલા વર્ષોમાં આપણે આ જ કરી શક્યા કે એક નાના વાઇરસે આપણને ઘરોમાં કેદ કરી દીધા છે.
વિશ્વના બધા જ દેશો આજે આપણા ભારત દેશ સામે આશા સાથે આંખ માંડીને બેઠા છે , એ ભારત તરફ કે જેનું સદીયો સુધી અપમાન કર્યું .લૂટતા રહ્યા.એક મામુલી વાઇરસે તમામ દેશોને તેની હેસિયત બતાવી દીધી.ભારત જાણે છે કે યુદ્ધતો હજી શરુ થયું છે.જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે તેમ તેમ ગ્લેશિયરથી બરફ પીગળશે અને આઝાદ થશે લાખો વર્ષોથી બરફની ચાદરોમાં કેદ થયેલા રાક્ષસી વિષાણુંઓ . જેનો ના તો તમને કોઈ પરિચય છે કે ના તમારી લડવાની કોઈ તૈયારી.
આ કોરોના તો માત્ર ઝાંખી છે. ચેતવણી તો હજુ પણ છે , આવવાવાળી સમસ્યાનો જેને આપણે જન્મ આપ્યો છે.શું તમે જાણો છો આ બધાની સામે લડાઈનો સામનો કરવાના શાસ્ત્રો ક્યાં છુપાયેલા છે ???????????
તક્ષશીલાના ખંડેરોમાં , નાલંદાની રાખમાં ,શારદા પીઠના અવશેષોમાં , માર્તંડ મંદિરના પથ્થરોમાં...........
આવા વાઈરસ સદીયોથી માનવજાતિ સાથે યુદ્ધ કરતા આવ્યા છે.આ કઈ નવું નથી.પૃથ્વીના આરંભથી લઇ અવિરત ચાલ્યા કર્યું છે અને આજે પણ છે. આની સાથેના લડવાના હથિયારો આપણે શોધી પણ નાખ્યા હતા.
પરંતુ વિધર્મીઓના અહંકાર .લાલચ અને પોતે તથા પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે તેવી કટ્ટર હઠને લીધે બધું જ રાખમાં ફેરવી દીધું.શું જોઇતું હતું તમારે સોનું , હીરા, જવેરાત, રત્નો ...અરે માગી લેતા આ ભારત દેશમાં રાજા બલિ અને મહારથી કર્ણના વંશજો તમને ઉદાર હાથે અ પણ આપી દેતા. એમ પણ સંસારિક બંધનો અને વૈભવનો ત્યાગ કરી આંતરિક શાંતિની શોધ કરવાવાળા સમાજ માટે આ બધું મૂલ્યહીન જ હતું.
લઇ જાત ......પણ તમે શું કર્યું !!!વિશ્વ બંધુત્વની વાત કરવાવાળા હિંદુ સમાજને નષ્ટ કરીનાખ્યો.જે ક્રૂર લુટારાનું મન થયું તે ભારત પર ચડી આવ્યો. અને જીવમાં શિવ જોવાવાળા સમાજનો સર્વનાશ કરી નાખ્યો.
કોઈ વિશ્વ વિજેતા બનવા માટે તક્ષશીલા ને તોડીને જતું રહ્યું . તો કોઈકે સોનાની ચમકમાં સોમનાથ મંદિરને લુંટ્યું.કોઈક ધુતારા ખીલજીએ પોતાને મહાન બતાવવા નાલંદાના મહાન પુસ્તકાલયના અમૂલ્ય ગ્રંથો સળગાવી દીધા.તો કોઈકે અત્યંત બર્બરતાથી શારદા પીઠનો નાશ કર્યો.કોઈકે પોતાના ઝંડાને ઉચ્ચ બતાવવા માટે વિશ્વા કલ્યાણનું કેન્દ્ર બનેલી ગુરુકુળ પરંપરાને જ નષ્ટ કરી નાખી.
અને આજે કરુણ આંખોથી જોઈ રહ્યા છે એ જ હારેલા,અપમાનિત થયેલા ,નિમ્ન ગણાવાયેલા ભારતની તરફ....જેને હમણા હમણા જ પોતાના ઘાવો ને સાજા કર્યાં છે. જે હજી તો કરવટલઈને બેઠું થવા જઈ રહ્યું છે.આપણે તો પણ તેમને નિરાશ નહિ કરીએ . આજે પણ આ દેશ સમસ્ત જગતને છાયડો આપવા તૈયાર છે. શ્રી રામના વંશજો આ દનાવોથી લડશે.
પરંતુ................
પરંતુ....................
પરંતુ........................
રસ્તો ક્યાંથી નીકળશે ??
એ જ નષ્ટ કરેલા હવન કુંડોમાંથી જેને તમે તમારી લાતોથી તોડ્યા હતા.તમારે એ જ લીમડા અને પીપળાના છાંયડામાં આવવું પડશે.જેના માટે તમે અમારો ઉપહાસ કરી અમને હાંસીપાત્ર અને મુર્ખ સમજ્યા હતા.તમારે એ જ ગાયનો મહિમા સ્વીકારવો પડશે જેને તમે તમારા સ્વાદનું કારણ બનાવીને બેઠા છો.એ મંદિરોમાં જઈને શંખનાદ કરવો પડશે જેમને તમે ક્યારેક તોડ્યા હતા.એ જ વેદોને વાંચવા પડશે જેનો તમે અટ્ટહાસ કરી અગ્નિદાહ કરાવ્યો હતો.એ જ ચંદન અને તુલસી માથે ચઢાવવા પડશે જેના માટે તમે અમારા માથા ધડથી અલગ કરી નાખ્યા હતા. કત્લેઆમ મચાવી હતી.
આ પ્રકૃત્તીનો ન્યાય છે . જે દરેકે સ્વીકારવો જ પડશે ...
આભાર...
ફરી મળીશું નવા અંકમાં ..
હર હર મહાદેવ ....જાય શ્રી રામ...જય હાટકેશ !!
લેખન : માર્મિક વોરા