ગુરુવાર, 16 એપ્રિલ, 2020


        राष्ट्रहित सर्वोपरि
(ભાગ-૨)
ગત લેખમાં આપણે જોયું કે મેકોલે એ એક ષડયંત્રના ભાગરૂપે Indian Education Act બનાવ્યો હતો. મેકોલે એ શિક્ષણનું નવું પ્રારૂપ તૈયાર કર્યું. તેના શબ્દો હતા –
“આપણે હિન્દુસ્તાનીઓનો એક એવો વર્ગ તૈયાર કરવાનો છે જે આપણી વચ્ચે દુભાષિયાનું કામ કરે. જે આપણી ગુલામીને ગૌરવ સમજે. આ વર્ગ માત્ર રંગ, રૂપ, દેખાવ અને રક્તથી  ભલે ભારતીય હોય પણ તેમની અભિરુચિ,નૈતિકતા,સમર્પણ ,અને બુદ્ધિમત્તા અંગ્રેજની હોય.અને આજે આપણને આ મેકોલેની અસંખ્ય ઓલાદો મળી રહેશે જેની માતૃભાષા અંગ્રેજી હોય અને ધર્મપિતા મેકોલે હોય.  આ વ્યવસ્થા મેકોલે એ ખુબ સાવધાની થી લાગુ કરી. હવે અંગ્રેજી જાણનારા કહેવાતા બૌદ્ધિક ગુલામોની સંખ્યા વધવા લાગી અને જે અંગ્રેજી ન્હોતા જાણતા તેઓ હીન ભાવનાથી પીડાઈને સરકારી નોકરોના ઠાઠ જોતા હતા. જેને અંગ્રેજીની આવી ગુલામી સ્વીકારી તેને જ સરકારી નોકરીઓ મળતી. સમયાંતરે આવા ગુલામો ચાપલુસી કરતા કરતા ઉન્નત થવા લાગ્યા અને અંગ્રેજી ના જાણનારા લોકોને આપણા જ દેશમાં બીજા દરજ્જાના નાગરીકો સમજાવા લાગ્યા. પણ સૌથી મોટી વિડમ્બના એ બની કે આઝાદી મળતા સુધીમાં આવા ભણેલા ગુલામો સ્વતંત્રતાનો  સંઘર્ષ  પણ કરવા લાગ્યા હતા. અને અહિયાં પણ મેકોલેની શિક્ષણ નીતિ સફળ રહી કારણકે જયારે અંગ્રેજોને લાગ્યું કે સુભાષ.ભગતસિંહ,રાજગુરુ,સાવરકર,ચંદ્રશેખર અને આવા અગણિત હિંસક ભારતીયોના ભારતમાં રહેવું હવે અસંભવ છે ત્યારે અંગ્રેજો મેકોલેના અનુયાયીઓને સત્તા સોપી બ્રિટેન ચાલ્યા ગયા. અંગ્રેજોતો ગયા પણ તેમની વિકૃત થઇ ગયેલી નસ્લ અહી મુકતા ગયા જેની ગુલામી હવે પછીની પેઢીયોને કરવાની હતી. અને આ કામ કરવાવાળા દેખાવે ભારતીય અને બૌદ્ધિક અને વૈચારિકરૂપથી અંગ્રેજ હતા અને બન્યા  દેશના રખવાળા( નામ નહિ લઉં કારણકે એડવિનાની આત્મા દુખી થશે.) . અને સમય જતા આપણા આ મહાનુભાવો આ જ પદ્ધતિને વિકસિત કરતા રહ્યા. અને આ પ્રક્રિયામાં આપણી ભારતીય ભાષાઓ લુપ્ત થતી ગઈ અને હિન્દુસ્તાનમાં હિન્દી ભાષાના વિરોધનો સુર ઉઠવા લાગ્યો. બ્રિટેનની બૌદ્ધિક ગુલામી માટે આપણો સમાજ આંદોલનો કરવા લાગ્યો.
ત્યારબાદ આવ્યો મિશનરી સ્કુલોનો દોર . કારણકે આપણે ૨૦૦ વર્ષોથી ગુલામી કરી હતી તો ભારતીય સભ્યતા, સંસ્કૃતિને ગૌણ માનવા લાગ્યા અને અંગ્રેજીનો અર્થ સભ્ય અને ઉન્નત થવું એવો થવા લાગ્યો. હવે આપણી પેઢીઓ મેકોલેની વ્યવસ્થામાં તૈયાર થઇ રહી હતી. અને ભારતીય શાળાઓને સાંપ્રદાયિક માનવામાં આવતી હતી કેમ કે ત્યાં વંદેમાતરમ અને દેશપ્રેમ શીખવાડવામાં આવતો હતો. આજે પણ ભારતની શિક્ષણ વ્યવસ્થા બહારના દેશોની કંપનીઓ નક્કી કરે છે અને એવી રીતે કે  કોઈ ભારતીય સ્વતંત્ર બુદ્ધિ ધરાવતો ના થવો જોઈએ . માલિક નહિ પણ નોકરો જ પેદા થવા જોઈએ. આજે પણ શિક્ષણ સંસ્થાઓ સારા નોકર પેદા કરે  છે નહિ કે સારા માલિક !! સારા માલિકો યુરોપના જ હોવા જોઈએ !!
 એક ઉદાહરણ સ્વરૂપે આજે આપણા મહાવિદ્યાલયોમાંથી નીકળેલો વ્યક્તિ રેડિયો,ટીવી કે મોબાઈલ સરખો જ કરી શકશે , બનાવી નહિ શકે . અને જો કોઈ મહાવિદ્યાલય નિયમોના બહાર જઈ પોતાની શિક્ષણપ્રથાથી તેજસ્વી યુવાનો તૈયાર કરે છે તો ઇંગ્લેન્ડ કે નાસા જેવી સંથાઓ તેને બોલાવી લે છે. અને આપણે પણ એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. મેકોલે એ આપણી શિક્ષણપ્રથા અને વિચારસરણીને અપંગ બનાવી દીધી છે. મેકોલેની યોજના પહેલા સમસ્ત ભારતનો બે અંગ્રેજ અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એક હતો G.W.LINTAR અને બીજો THOMAS MUNRO .બંનેએ અલગ વિસ્તારનો સર્વે કર્યો અને ૧૮૨૩માં પોતાનું વિવરણ આપ્યું . લીંટર કે જેને ઉત્તરનો  સર્વે કર્યો હતો જણાવે છે કે અહિયાં ૯૮% સાક્ષરતા છે અને મુનરો જણાવે છે દક્ષિણમાં ૧૦૦%  સાક્ષરતા છે.
મેકોલેનું સ્પષ્ટપણે માનવું હતું કે જો ભારતને ગુલામ બનાવવું હોય તો તેની સંસ્કૃતિ અને  શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ કરાવી પડશે અને તેને સ્થાને અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થા લાવવી પડશે તો જ આ દેશમાં શરીરથી હિન્દુસ્તાની પણ મગજથી અંગ્રેજ પેદા થશે. જે માત્ર અંગ્રેજોના હિતમાં જ કામ કરશે.
        સૌથી પહેલું કામ તેને ગુરુકુળો ખત્મ કરવાનું કર્યું . ૧૮૫૦ સુધી ભારતમાં ૭ લાખ ૩૨ હજાર ગુરુકુળો હતા અને ૭  લાખ ૫૦ હજાર ગામડાંહતા મતલબ કે લગભગ ગામેગામ ગુરુકુળો હતા. જે આજના સમય મુજબ HIGHER LEARNING INSTITUTE હતા.આ ગુરુકુળોમાં ૧૮ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ મુંબઈ.મદ્રાસ અને કોલકતામાં કોન્વેન્ટ શાળાઓ ખોલવામાં આવી જે પછીથી યુનીવર્સીટી પણ બની.
        પરિણામ સ્વરૂપ આજે આપણે આપણી માતૃભાષા બોલતા શરમ આવે છે. આપણે હીનતાનો ભાર લઈને ફર્યા કરીએ છીએ . લોકો તર્ક આપે છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે પણ દિનિયાના મુખ્ય ૨૦૪ દેશોમાંથી માત્ર ૧૧ દેશોમાં જ અંગ્રેજી બોલાય છે. તો આ આંતરરાષ્ટ્રીય ભાષા કેવી રીતે ?? અંગ્રેજી એક દરિદ્ર ભાષા છે જેને મોટા ભાગના શબ્દો બીજી ભાષામાંથી લીધેલા છે .અરે અંગ્રેજોની બાઈબલ પણ અંગ્રેજી ભાષામાં નથી , તેની ભાષા અરમેક છે . અને અરમેક ભાષાની લીપી આપણી બંગાળી ભાષાને મળતી આવે છે જે સમયના કાળચક્રમાં આજે લુપ્ત થઇ ચુકી છે ! આજના સમયમાં MY HINDI OR GUJARATI IS LITTLE BIT WEAK ! બોલવું એ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે!! જેવું મેકોલે ઈચ્છતો હતો તેમ આપણે આપણી સંસ્કૃતિને હીન માનવા લાગ્યા છીએ.
        આજનો ભણીને સમાજમાં આવેલો યુવાન ના ઘરનો કે ના ઘાટનો છે કારણ કે એ અંગ્રેજી સંપૂર્ણ સમજી શકતો નથી અને માતૃભાષાના ઉપયોગમાં પોતાની બેઈજ્જતી સમજે છે . મિત્રો આપણા દેશમાં વિવેકાનંદ અને ક્રાંતિકારીઓ પેદા કરવા હશે તો મેકોલેની વ્યવસ્થામાં જઈને તે વ્યવસ્થા તોડીને  આપણી બરબાદ થતી પેઢીયોને બચાવવી પડશે . ઉચ્ચ આદર્શો સ્થાપિત કરવા પડશે.  કીચડ સાફ કરવા માટે હાથતો ગંદા કરવા પડશે . રામ અને કૃષ્ણના આદર્શો સ્થાપિત કરી આપણા બાળકોને કાર્ટુનની માયાજાળમાંથી છોડાવવા પડશે. આપણા માટે અત્યારે સૌથી મોટી ચુનોતી છે ભારતનું ચારિત્રિક પતન ..અને તે પાછુ લાવવું એ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ.
આપણે ચિંતન કરવાની જરૂર છે , આવનારું ભવિષ્ય તમારી સામે આંખો ખોલીને જોઈ રહ્યું છે . તેની સાથે આંખ મિલાવીને વાત કરવી કે નજર જુકાવીને એ તમારે નક્કી કરવાનું છે ...........
ठोकर खाकर भी न संभले तो मुसाफिर का नसीब
वर्ना पथ्थरोने तो अपना फर्ज अदा कर दिया |
वन्दे भारत मातरम !
(लेखन : मार्मिक वोरा )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો