બુધવાર, 15 એપ્રિલ, 2020


                राष्ट्रहित सर्वोपरि 
(પાર્ટ-૧)
નમસ્કાર મિત્રો,
આજની વાત એ આપણા કમનસીબ ભારતનો એ અધ્યાય છે જે આજે આપણા મસ્તિષ્ક સમાજમાં તાંડવ કરી રહ્યો છે. જેની સામે આજે આપણે બધા ઘુટણીએ પડ્યા છીએ. " વર્તમાન શિક્ષણ વ્યવસ્થા."

    કોઈ ખંડિત થયેલ ઇમારત કે અવશેષ તેનો ઈતિહાસ દાબીને બેઠેલી હોય છે. બુદ્ધિશાળી માણસ ઇતિહાસથી શીખે છે . અને વર્તમાન અને ભવિષ્યનું ચિંતન કરે છે. અને મુર્ખ માણસ ?? નાલંદા ,તક્ષશિલા વલભી અને વિક્રમશીલા તો અત્યંત નામાંકિત વિદ્યાલયો છે જ્યાં બ્રહ્માંડની તેજસ્વીતા,શૂરવીરતા,અને નવી શોધો જન્મ લેતી હતી. જ્યાં જ્ઞાન.વિજ્ઞાન , સાહિત્ય , કલાઓ અને શાસ્ત્રો આશ્રય મેળવતા હતા. એ સિવાય પણ ઈતિહાસ અગણિત મહાન વિદ્યાલયો પોતાના ગર્ભમાં દબાવીને બેઠો છે. પણ અફસોસ કોઈ તેની સામે જોવા તૈયાર નથી ! આજે જયારે યુરોપના દેશોનું આપણને વળગણ લાગ્યું છે તેનાથી વીપરીત પરિસ્થિતિઓ હતી થોડીક સદીયો પહેલા. સમગ્ર જગતમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા બેનમુન હતી. સમગ્ર વિશ્વ ભારતવર્ષ સામે નતમસ્તક હતું. 
તો આપણી શિક્ષણ ધરોહરને કોની નજર લાગી ગઈ ? ? એ હતો એક અંગ્રેજ લુચ્ચો અધિકારી મેકોલે . થોમસ બેબીન્ગટન મેકોલે. હા માત્ર મેકોલે લોર્ડ વિશેષણનો અધિકારી કોઈ જ અંગ્રેજ નથી. પણ દુખદ વાત એ છે કે આજે પણ ઇતિહાસમાં લોર્ડ કરીને જ સંબોધન કરાય છે. તો શું તે આપણા ભગવાન છે ? ??  ખેર છોડો એ વાત ! એ વાત મેકોલે સારી રીતે જાણતો હતો કે ભારતીય શિક્ષણ પધ્ધતિ સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને વિકસિત વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ છે.  તેણે આ પદ્ધતિનો નાશ કરવા એક કાયદો બનાવ્યો જે આજે પણ અમલમાં છે. ઇન્ડિયન એજ્યુકેશન એક્ટ. તેણે ઇંગ્લેન્ડ તેના પિતાને લખેલો પત્ર જ વાંચી લો .  આ પત્ર આજે પણ લંડનની ઇન્ડિયા ઓફીસ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ  છે.


મે ભારતની ચાર વાર યાત્રા કરી છે અને મને આ દેશમાં કોઈ ભીખારી કે ચોર જોવા નથી મળ્યો. મે આ દેશમાં ઉચ્ચ સંસ્કારોવાળા અને ઉચ્ચ નૈતિક મુલ્યોવાળા તથા અસીમ ક્ષમતાવાળા વ્યક્તિઓના દર્શન કર્યાં છે .,મારી દ્રષ્ટિ એ આ દેશની આધ્યાત્મિક  અને સાંસ્કૃતિક વિરાસત કે જે આ દેશના મેરુદંડની  કમર છે તેને ખંડિત કર્યાં વગર આ દેશ ઉપર વિજય નહિ મેળવી શકીએ.હું સુચન મુકુ છુ કે આ દેશની પ્રાચીન અને શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિને એ પ્રકારે પરિવર્તિત કરી દઈએકે તેના પરિણામ સ્વરૂપ દરેક ભારતીય એમ વિચારવા લાગે કે જે કઈ પણ વિદેશી છે તે શ્રેષ્ઠ અને મહાન છે . અને આ રીતે તેઓ તેમનું ગૌરવ,સન્માન,આત્મ સમ્માન અને તેમની મૂળ સંસ્કૃતિ ખોઈ બેસશે અને તેઓ એજ બનશે જે આપણે ઈચ્છીએ છીએ કે તે આપણા આધીન રહે. જે બાળક આ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળશે તે ભારત અને ભારતીય સંસ્કૃતિનો તિરસ્કાર કરશે. પોતાના દેશને જ ધિક્કારશે. પોતાના માં બાપને જ ગાળો બોલશે . મમ્મી (ઈજીપ્તમાં મડદાને રાખવા માટેની પેટી ) અને ડેડ (મરેલો માણસ ) !! જે આજે બોલાય છે.

     
 અને તેણે નિર્માણ કર્યું કોનવેન્ટ સ્કુલનું. હા કોન્વેન્ટ સ્કુલ...! આજે જયારે સિટીના અત્યંત એડવાન્સ માં બાપ બોલે છે કે મારો દીકરો કોન્વેન્ટ સ્કુલમાં ભણે છે . તો આ કોન્વેન્ટ સ્કુલ શું છે જરા એ પણ જોઈ લઈએ. યુરોપમાં સદીયોથી  એક પરંપરા છે કે બાળક પેદા થઇ જાય પછી મા-બાપ  તેને પોતાના આનંદના અવરોધનું કારણ સમજે છે. અને તેથી તેનો ઉછેર કરવા તૈયાર નથી . અને તેથી તેનો ત્યાગ કરી તેને કોઈ ચર્ચ કે ધાર્મિક સંસ્થા આગળ મૂકી આવે છે. ઘણી વખતતો આવા બાળકોને કુતરા બિલાડા ફાડી પણ ખાય છે. અને આવા અનાથ બાળકોનો ઉછેર કરતી સંસ્થાને કોન્વેન્ટ કહે છે. યુરોપની મોટાભાગની વસ્તી કોન્વેન્ટ સ્કુલોમાં જ તૈયાર થતી. તો ઇંગ્લેન્ડની સંસદે પ્રશ્ન કર્યો કે ભારતમાં તો કોઈ અનાથ હોતું જ નથી તો કોન્વેન્ટ સ્કુલોમાં પ્રવેશ કોણ લેશે જવાબમાં મેકોલે એ કહ્યું કે હું ભારતના બાળકોને અનાથ બનાવી દઈશ. તેઓ જયારે ભણી ને બહાર નીકળશે ત્યારે એવી હાલત હશે કે તેઓ ના તો ઘરના રહેશે કે ના તો ઘટના .  
તેમાંથી એવા બાળકો નીકળશે જે દેખાવમાં તો ભારતીય હોય પણ દિમાગથી અંગ્રેજ હોય. તેમને પોતાના  દેશ વિશે ,પોતાની સંસ્કૃતિ વિશે કે પોતાની પરંપરાઓ વિશે કઈ જ ખબર ના હોયતેમને પોતાની ભાષા કે માતૃભાષાના શબ્દો મહાવરાની ખબર નહિ હોય,આ દેશમાંથી ભલે અંગેજો જતા રહે પણ અંગ્રેજીયત ક્યારેય નહિ જાય.  

તેણે ભારતીય સમાજને બરબાદ કરવા બે મહત્વની જોગવાઈઓ કરી. એક તો આપણી ન્યાય પ્રથા બરબાદ નાખી અને આઈ.પી.સી તથા સી.આર.પી.સી બનાવી દીધા.અને બીજી આપણી શિક્ષણ પદ્ધતિનો નાશ કર્યો અને તેના માટે તેણે બનાવ્યો ઇન્ડિયન એજ્યુકેશન એક્ટ. જે આજે પણ અમલમાં છે જ.
આ એક્ટ મુજબ સંસ્કૃત ભાષામાં ચાલતા તમામ ગુરુકુળો ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. અને અધ્યાપન કાર્ય કરતા ગુરુઓને જેલમાં પુરવામાં આવ્યા. તેમ છતાં જો કોઈ શિષ્ય ગુરુકુળ તરફ જતો તો તેને સખત દંડની જોગવાઈ હતી. તેમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યા. તેમની સાથે બર્બરતાથી મારપીટ પણ કરવામાં આવતી.
પહેલા ભારતમાં ગુરુકુળમાં શિક્ષણ અપાતું હતું . જેમાં શિષ્ય ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરતો. વેદો,ઉપનીષદો,પુરાણો અને ભારતીય શાસ્ત્રોનો સંકૃતમાં અભ્યાસ કરતો. અને સંસ્કાર મેળવ્યા  પછી તે સમાજમાં પાછો ફરતો અને આ સંસ્કારોથી સંસ્કૃતિ બનતી હતી જે ભારતીય સંસ્કૃતિ કહેવાતી હતી.જેમાં ઋષિમુની મહાન જ્ઞાનીઓ અને વિદ્વાન માણસો ગુરુકુળ ચલાવતા હતા. આ ગુરુકુલોને તેણે ગેર બંધારણીય જાહેર કર્યાં.અને જાહેર કર્યું કે સંસ્કૃત ભાષામાં જે કોઇ ગુરુકુળ ચાલશે તેને બ્રિટીશ સરકાર માન્યતા નહિ આપે અને તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અને માન્યતા આપવામાં આવી અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ સ્કૂલોને. સૌથી પહેલી સ્કુલ કલકત્તામાં ખોલવામાં આવી પરંતુ તે અસફળ રહી કારણકે કોઈ માબાપ પોતાના બાળકને ત્યાં મોકલવા માટે રાજી ના હતા . અંગ્રેજ હકુમત બધી લાલચો અને કાવાદાવા અપનાઈ ચુકી હતી પરંતુ કેમેય કરીને કોઈ તૈયાર થતું ના હતું . અંતે એવો નિયમ બનાવવામાં આવ્યો કે જે સરકારી કર્મચારિયો છે તેમણે ફરજીયાત તેમના બાળકોને આ શાળામાં મુકવા. બિચારા કર્મચારિયો નોકરીથી હાથ ધોવાની બીકે આખરે તૈયાર થયા. અને શરુ થયો ભારતવર્ષની  બરબાદીનો અધ્યાય.
  
 આજે ના તો મેકોલે છે કે ના બ્રિટીશ ગવર્મેન્ટ પણ મેકોલે આપણી આત્મામાં ઘુસી ગયો છે. આજે કોન્વેન્ટ સ્કુલમાં બાળકને મુકવાની હોળ લાગી છે. મહાનગરોમાં તો માતા ગર્ભવતિ હોય ત્યારથી જ રજીસ્ટેશન થઇ જાય છે.આ એ જ સ્કૂલો છે જ્યાં બાળકો ટાઈ , શૂટ ને બુટ પહેરીને જાય છે . કેટલું આંધળું અનુકરણ !! યુરોપના દેશોમાં ટેમ્પરેચર માઈનસ ડીગ્રી હોય છે તેથી ઠંડીથી બચવા શૂટ અને બુટ જરૂરી છે. નાકમાં શરદી આવે તેથી રૂમાલ અને રૂમાલની અવેજીમાં ટાઈ આવી હતી અને આપણે ધોમધખતા તાપમાં બાળકોને શૂટ-બુટમાં મોકલીએ છીએ અને ગર્વથી FB પર સ્ટેટસ પણ અપલોડ કરીએ છીએ. અરે  લગ્નમાં નીકળેલા વરરાજા ૪૫ ડીગ્રીમાં પણ  શૂટ પહેરીને જાય છે ! ભલે એટેક આવતો કે બફાઈ જવાતું પણ પહેરવાનો તો શૂટ જ !!  
(લેખન : માર્મિક વોરા) 
વધુ વાત પછીના લેખમાં ..(ક્રમશઃ)


4 ટિપ્પણીઓ: