બુધવાર, 15 એપ્રિલ, 2020

राष्ट्रहित सर्वोपरि
નમસ્કાર મિત્રો,
ભારત અને ભારત ભૂમિ આવી નહોતી જેવી આજે આપણે જોઈ રહ્યા છીએ. આપણે બિનસાંપ્રદાયિકતા અને
અહિંસાની ખુબ મોટી કિમતો ચૂકવી રહ્યા છીએ. અહી એ વાત કહેવાનો જરા પણ ઉદેશ એ નથી કે આપણે હિંસક કે સાંપ્રદાયિક બની જવું જોઈએ. એ તો આપણે એમ પણ નહીં બની શકીએ કારણ કે એ આપણા ડી.એન.એ માં જ નથી. મહાભારતમાં ભગવાનશ્રી યોગેશ્વર કહે છે કે – “હણનાર ને હણવામાં કોઈ જ પાપ નથી.” શઠમ પ્રતિ શાઠયમ” અર્થાત દુર્જન જોડે દુર્જન જેવો જ વહેવાર કરવો જોઈએ.
આજે જ્યારે આપણા દેશમાં માનવતાના લીરે લીરા ઉડી રહ્યા છે. માનવહકો માત્ર આતંકીઓ, બળાત્કારીઓ,અને નીચ લોકો માટે જ છે. ધૂર્ત લોકો અટ્ટહાસ કરી રહ્યા છે. આતંકવાદીઓના મનોબળ ચરમસીમા પર છે . અડધી રાત્રે કોર્ટના દરવાજા આતંકીઓ માટે ખુલે છે. અફઝલ અને કસાબ જેવા પિશાચો માટે પ્રેમવર્ષા થાય છે . ત્યારે ખરેખર સમસમીને બેસી  જવાય છે. લાગી આવે છે. આંખો ભીની થઇ જાય છે . પિશાચી પ્રવુત્તિ વાળા લોકોના બચાવમાં જયારે આપણા નેતાઓને જોઈએ ત્યારે માતા ભારતીની કરુણતા પર દયા આવે છે.દેશમાં નૈતિકતા,મુલ્યો,સદાચાર,નીડરતા,અને મહાનતા માત્ર પુસ્તકો અને ભાષણો પૂરતા સીમિત થઇ ગયા છે. આ સ્થિતિમાં મારા જેવા કરોડો ભારતીયો હશે જે રાત્રે સુઈ નહિ શકતા હોય, જેનું અંતઃ કરણ બળ્યા કરતુ હશે.
આજની વાત એ એક ષડયંત્રની વાત છે.
એ વર્ષ હતુ 2005નું  કે જ્યારે રામસેતુ તોડી પાડવાની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી હતી.કેન્દ્રની સરકારે સમુદ્રમ યોજનાનું એલાન કર્યું.એ મુજબ રામસેતુની અમુક જગ્યાને ઊંડી કરી ત્યાંથી જહાજો પસાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવાની હતી.તેના માટે સેતુને તોડવો જરૂરી હતો.જેના માટે જે તે સમયની સરકારે અતિ વિશેષ વ્યક્તિઓની બનેલી એક ટીમની રચના કરી.જેને સેતુસમુદ્રમની આખી યોજના બનાવી હતી.જેનો પ્રસ્તાવ કરુણાનિધિ સાહેબે મુક્યો.જેમની પાસે  તે સમયે મંત્રાલય હતું.આ પરિયોજનાને આર્થિક લાભ માટે અતિ મહત્વની બતાવવામાં આવી.
પરંતુ સદનસીબે પર્યાવરણ સમિતિના સભ્યોએ જણાવ્યું કે રામસેતુના તુટવાથી કેરળમાં જે ભયંકર તબાહી આવશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.હજારો માછીમારો બેરોજગાર બની જશે . અને આ ક્ષેત્રમાં મળતા દુર્લભ શંખ અને દરિયાઈ ઔષધિઓથી પણ હાથ ધોવા પડશે.જેનાથી લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની આવક થતી હતી.એ ઉપરાંત દુર્લભ ગણાતી સામુદ્રિક પ્રજાતિઓ પણ નાશ પામશે. ભારત પાસે યુરેનીમની જગ્યાએ તેનો બીજો વિકલ્પ થોરિયમ છે જે સમસ્ત વિશ્વમાં આ સ્થળે સૌથી વધારે છે, જો આ સેતુ તોડી પાડવામાં આવે તો તેનાથી પણ હાથ ધોવા પડે તેમ છે.
તેમ છતા સમિતિની કોઈ જ વાત માન્ય રાખવામાં ના  આવી. કારણકે તત્કાલીન સરકાર સેતુ તોડવા અત્યંત વ્યાકુળ હતી.   કરુણાનિધિ તેમાં મોખરે હતા , સેતુ નહિ તૂટે એ વાત માત્ર તેમના માટે અસહ્ય હતી.જોકે માહિતી તો એવી પણ હતી કે બાબરી મસ્જીદનો બદલો લેવા માટે જ આ સેતુનો વિનાશ કરવાનો હતો.
પરંતુ ભાજપ અને અન્ય હિંદુ સંગઠનો એ તેનો અત્યંત વિરોધ કર્યો હતો ,પરંતુ બિનસાંપ્રદાયિક લોકોના કાન હમેશની જેમ બહેરા હતા. બધું જ નક્કી થઇ ગયું હતું.કરોડો રૂપિયાની મશીનરી આવી ગઈ હતી.બને એટલી ઝડપે આ સેતુ તોડવાનું કામ પૂર્ણ કરવાની કડક સૂચનાઓ અપાઈ ચુકી હતી. આમ પણ સરકારો સારી રીતે જાણે છે કે કયા કામ શાંતિથી કરવા અને કયા કામો ઝડપથી ....અને આ તો વાત રામને લગતી હતી એટલે ઉતાવળ તો  વ્યાજબી જ હતી.
ત્યારે અશોક સિંઘલે મળી ડો.સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા અને બંને એ મળીને છેલ્લી ઘડીએ  સુપ્રીમકોર્ટમાં યાચિકા દાખલ કરી કે રામસેતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિક છે તે ના તુટવો જોઈએ.
માનનીય જજ સાહેબે જાતે સંજ્ઞાન લેતા પૂછ્યું : “શું તમે દરરોજ પૂજા કરવા રામસેતુ ઉપર જાઓ છો ?”તો જવાબમાં ડો.સ્વામીએ કહ્યું : “હું સુર્યની પણ રોજ પૂજા કરું છુ પણ સૂર્ય ઉપર જતો નથી.” તર્કહીન થયેલા જજસાહેબ કઈ જ ન બોલી શક્યા અને ધાર્મિક આધાર પર સ્ટે લગાવવો પડ્યો  અને સ્તબ્ધ બનેલી સરકારને વૈકલ્પિક રસ્તો શોધવાની સલાહ આપી.
હદતો ત્યારે થઇ ગઈ જયારે યુપીએ સરકાર સેક્યુલરતાનું મુખોટુ ફેકી અસલી રંગમાં આવી ગઈ.તેમને રામસેતુને તોડવો કેમ યોગ્ય છે એમ કહી જણાવ્યું કે ભગવાન રામના અસ્તિત્વના કોઈ જ નક્કર પુરાવા નથી. અને ઉમેર્યું કે રામાયણ તો માત્ર એક કાલ્પનિક કથા છે  એથી વિશેષ કઈ નથી.. સરકારના આ પગલાં પછી ઘણો વિરોધ થયો જેના પછી બિનસાંપ્રદાયિક સરકારે કેસ પાછો ખેચી લીધો.
સરકાર ૩૦ જુન ૨૦૧૨ સુધીમાં આ યોજના માટે ૮૨૯ કરોડ ૩૨ લાખ રૂપિયાની નજીવી રકમ ખર્ચ કરી ચુકી હતી. અને યેનકેન પ્રકારે રામસેતુને તોડવાનો પ્રયાસ કરી રહી હતી.પણ ડોક્ટર સુબ્રમણ્યમ આગળ કોઈની એક ના ચાલી.............!!!!!
કારણ કે ડોક્ટર સુબ્રમણ્યમ એક જાગૃત નાગરિક અને હિંદુ છે .. અને શું આપણે ?????
આ વાત મહત્વની નથી કે રામસેતુનું શું થયું અને કેમ થયું ?? વાત એ મહત્વની છે કે આ વાંચ્યા પછી આપ શું વિચારો છો ? ! ! આપણે આપણા બાળકોને કેવું ભારત આપવા માગીએ છીએ. આજે આપણા જ બાપ દાદાએ આપેલા સંસ્કારો આપણા આંગણામાં દમ તોડી રહ્યા છે ને દુનિયા અપનાઈ રહી છે. માથે અને મોઢે કપડું બાંધીને જ આપણા વડવાઓ ફરતા હતા ..પરંતુ આપણને શરમ આવવા લાગી ? દરેકના ઘર આગળ એક ડોલ મુકવામાં આવતી જેથી બહારથી આવી સ્વચ્છ થઈને જ ઘરમાં પ્રવેશ મળે . પરંતુ આપણે ધીમેધીમે બધું જ ભૂલતા ગયા કે પછી મોર્ડન બનવા માટે છોડતા ગયા. પણ મિત્રો આપણા વડવાઓ વૈજ્ઞાનિક હતા એ દરેક રીવાજ પરથી સિદ્ધ થાય છે.  એ બધા રીવાજો પાછળના કારણો હવે પછીના લેખમાં આપીશું.
એક કહેવત છે કે “સર સલામત તો પઘડી કિ ક્યા બિસાત !!” – હવે તમારે નક્કી કરવાનું છે કે માથું સાચવવું છે કે પછી પાઘડી ? સમય વિચારવાનો છે . માત્ર આજીવિકા મેળવી ઘર ચલાવવું એ જ જીવન નથી. દેશ અને સમાજ છે તો જ આપણે છીએ.
ફરી મળીશું .......
વંદે ભારત માતરમ !
હર હર મહાદેવ......
(લેખક : માર્મિક વોરા )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો