ગુરુવાર, 16 એપ્રિલ, 2020



નમસ્કાર મિત્રો,
 उसूलो पे आंच आये तो टकराना ज़रूरी हे ,
अगर जिन्दा हो तो फिर जिन्दा नज़र आना जरुरी है |
શાસ્ત્રોમાં કહ્યું છે કે દુર્જનથી દુર રહેવું. મર્દ જોડે મૈયતમાં જવું પણ ***** જોડે લગ્નમાં પણ ના જવું. આ દુર્જન એટલે એ  કે જેમનું  ઈમાન કે સિધ્ધાંત જેવું કઈ હોતું નથી . જેમનું લોહી તેના ગુણધર્મો ખોઈ બેઠું છે. જેના ડી.એન.એ ભ્રષ્ટ થઇ ચુક્યા છે. જે સત્તામાં રહેવા કોઈ પણ ભોગે ગમે તેને સાથ આપવા માટે તત્પર છે. જેના માટે દેશ એ વેપાર અને રાજનીતિનું માત્ર એક સાધન છે. જેના માટે સ્વાર્થ એ જ પરમાર્થ છે. જે લોકોના વિશ્વાસ સાથે ઠગાઈ કરે છે. આવા લોકો કોઈના સગા નથી . આ લોકો આજના કહેવાતા બુદ્ધિજીવીઓ છે. જેમનું એકમાત્ર કામ દેશની દુશ્મન તાકાતોને બળ પૂરું પાડવાનું છે. આવા લોકો અને તેમની પ્રજાતિઓ સદીયોથી આ દેશનું લોહી પી રહી છે. અને આ દેશ આવા સર્પોને દૂધ પીવડાવ્યા જ કરે છે. અહી એક વૃક્ષની વાત યાદ આવે છે ......
એક વૃક્ષ કુહાડીના ઘાથી કપાઈ રહ્યું હતું . તેના મુખ પર એક અલગ જ દુઃખનો  ભાવ હતો . તેને કોઈકે પૂછ્યું શા માટે આટલું દુખી દેખાય છે ? વૃક્ષે હદયમાં ઉઠેલી કરુણ પીડાથી ભાવહીન ચહેરા સાથે જવાબ આપ્યો , મને કુહાડીથી કોઈ દુખ નથી એ તો પારકી છે . પણ દુખ તેના બનેલા હાથાથી છે જે મારા જ અંગમાંથી બનેલો છે . પોતાનો જ હાથો જયારે વૃક્ષના નાશ માટે સામે આવ્યો ત્યારે એ પીડા એ સહન ના કરી શક્યું .
શું આ પરિસ્થિતિ આપણા દેશમાં નથી બની રહી ? શું થઇ રહ્યું છે ? શા માટે થઇ રહ્યું છે ? મિત્રો ભારતનો ઈતિહાસ અને હિન્દુઓનો ડી.એન.એ તપાસી લેજો . તે હજારો વર્ષો સુધી સહન કરશે પરંતુ તે સહનશક્તિ તેમની નબળાઈ નથી . બોક્સિંગમાં અને રેસલિંગમાં એક નિયમ છે જે ફાઈટર વધારે માર સહન કરી શકે અંતે એ જ જીતી શકે છે. રાજા રામને રાવણે ગંભીરતાથી ના લીધા અને પરિણામ આવ્યું સર્વનાશ. દેશના ઉપદ્રવી તત્વોએ હજી સમજી લેવાની જરૂર છે .દેશ ધીમે ધીમે તેની મર્યાદા તોડી રહ્યો છે. હવે પાણી ગળા સુધી આવી ગયું છે. જેમ ફ્રાન્સમાં ક્રાંતિ થવાની હતી તે પહેલા જે અજીબોગરીબ શાંતિ હતી તેવી જ શાંતિ અહી છવાયેલી છે. જરૂર છે એક ભયંકર અહિંસક યુદ્ધની. એક એવું યુદ્ધ જે દેશના ગદ્દારોને અંદરથી હચમચાવી મુકે.    
સાંપ્રત સમયમાં ભરત દેશ ઘણી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યો છે. એકબાજુ કોરોના તો બીજી બાજુ દુશ્મન દેશ પાકિસ્તાન સરહદ ઉપર પોતાની વિકૃત માનસિકતા છતી કરે છે. તો એક દ્રશ્ય દેશમાં એવું પણ છે જે બધા જાણે છે પણ કોઈ બોલવા તૈયાર નથી. દેશનો આ વર્ગ કોઈના કહ્યામાં નથી. દ્રશ્યો જોઈ ગુસ્સો અને શરમ આવે છે. લૂલો બચાવ કરતા લોકો શરમ મૂકી તર્કહીન દલીલો આપ્યા કરે છે . અને જનમાનસ પોતાના મનમાં દરેકનું માપ કાઢી રહ્યું છે. આપણા નેતાઓએ કરેલી ભૂલ આજે સમસ્ત ભારત ભોગવી રહ્યું છે. ભગવાનનો પાડ માનો કે સરદાર પટેલ જેવા સપુત દેશને મળ્યા , નહીતર આજે ભારતમાં બીજા ઘણા દેશો બની ચુક્યા હોત. આભાર તો દેશના વીર ક્ષત્રીય રાજાઓનો પણ જેમણે પોતાની જાગીરો હસતા મોં એ દેશના ચરણોમાં અર્પણ કરી. એ જ તો ખાનદાની ને સંસ્કારો છે . આજે કોઈ એક સોય જેટલી જમીન પણ છોડવા તૈયાર થશે ?
        મિત્રો આ કપરો સમય તો ચોક્કસ જતો રહેશે ,પણ આ સમય આપણને ઘણું શીખવાડી ને જશે. આપણા દેશે તો આનાથી પણ વિકટ સમસ્યાઓ જોયેલી છે . કહેવાતા દેશભક્તોના વિકૃત ચહેરા અને ગદ્દારી સહન કરી છે. માં ભારતીની છાતીમાં ખંજર ભોકાયેલું છે. તેનું કરુણ રુદન આઝાદી પછી નેતાઓના ભોગ વિલાસમાં ક્યાંક દબાઈ ગયું હતું. દેશના વીર યુવાન સૈનિકો કે જેમની ઉમર હજી ૨૩ કે ૨૪ જ વર્ષ છે . જેનો મૂછનો દોરો હમણાં જ ફૂટ્યો છે એમની લાશો પર માતા ભારતી ક્યાં સુધી રુદન કરશે ? દર વર્ષે આવા ઘણાં ભગતસિંહો દેશ માટે શહીદ થાય છે. આ બધું જ યાદ છે આ દેશને કઈ ભૂલ્યો નથી આ દેશ . લાગે છે કે ખુબ જલ્દી હિસાબ થશે હવે .
દેશના ફલક પર તમામ કીડાઓ ઉભરીને બહાર આવી રહ્યા છે. ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. કોણે મદદ કરી ? કઈ સંસ્થાઓ આગળ આવી ? કોણ કેટલું મદદરૂપ થયું તેની નોધ લેવાઈ ગઈ છે . દેશના દીકરાઓએ તેમની જવાબદારી બખૂબી નિભાવી છે, અને દેશના દુશ્મનો એ પણ !!! મિત્રો એકજ વિનંતી છે કે આ દિવસોને ક્યારેય ભૂલતા નહી. ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેનું પુનરાવર્તન ના થવા દેતા . નહીતર માં ભરતી તમને ક્યારેય માફ નહિ કરે.
એટલું ચોક્કસ યાદ રાખજોજો કે –
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
 (ક્રમશઃ)
(લેખન : માર્મિક વોરા)


          
       


1 ટિપ્પણી: