રવિવાર, 19 એપ્રિલ, 2020


राष्ट्रहित सर्वोपरि
નમસ્કાર મિત્રો,
જે સમજતું હોય છે મોટે ભાગે તેના પક્ષે  જ સહન કરવાનું આવતું હોય છે.  જે લેટ ગો ની ભાવના રાખતું હોય છે એ તેની ઓળખાણ બની જાય છે, જો તે લેટ ગો ના કરે તો અનપેક્ષિત વર્તનની વ્યાખ્યામાં આવી જાય છે અને બિચારો આ લેટ ગોના ચક્કરમાં પોતે જ ગો થઇ જાય છે ! હા ,આ એક વાસ્તવિક વાત છે જો તમે તમને થતા અન્યાય અને અત્યાચારની બાબતમાં ચુપ રહી યુદ્ધ ટાળવાનું વિચારો છે તો બહારનું યુધ્ધ તો ટળી જાય છે પરંતુ જાત સાથેનું યુદ્ધ શરુ થાય છે . જે તમને ચેનથી જીવવા નહિ દે. તમે તમારી જાતને સમજાવવાનો પ્રયાસ કરશો પણ અંતરમનને આત્માને નહિ સમજાવી શકો કારણકે તે  સત્ય જાણતી હોય છે. કહેવાય છે કે –
મનને સમજાવો નહિ ,
મન બધું સમજતું હોય છે.
જો સમજવાથી થી જ કે લેટ ગોની  વૃત્તિ રાખવાથી સમસ્યાઓ હલ થઇ જતી હોત તો વાંસળી પકડવાવાળાએ ક્યારેય સુદર્શન ના પકડ્યું હોત. દુનિયામાં ક્યારેય યુદ્ધ ના થયા હોત. પરંતુ કમનસીબી એ છે કે યુદ્ધ હંમેશા શાંતિ માટે જ થાય છે ! જયારે કોઈની સજ્જનતાને .શાંતિપ્રિયતાતાને, કે અહિંસાને તેની નબળાઈમાં ખપાઈ કોઈ શેતાન મેલી મુરાદની કામના કરે છે ત્યારથી જ સજ્જનની દુર્દશા ચાલુ થાય છે.
મિત્રો તમે જ વિચારો કે તમે દુનિયાના સૌથી આદર્શ વ્યક્તિ છો . વસુધૈવ કુટુમ્બકમની ભાવના ધરાવો છો . અહિંસાવાદી છો. સૌમ્ય પ્રકૃતિના છો . તમારો એક સુંદર પરિવાર છે . અને અચાનક એક દિવસ તમારા ઘરમાં અસામાજિક તત્વો આવી જાય તો ! જે તમારી સામે તમારા જ ઘરમાં તમારી બહેન દીકરીઓની સાથે અસભ્ય વર્તન કરે. તમારા ઘરના વડીલનું અપમાન કરે . તમારી સાથે અભદ્ર વર્તન કરે તો ! શું તમે ઉપર મુજબના ગુણધર્મોમાં વર્તન કરશો ? શું તમે ગુંડાતત્વોને ઘરમાં છોડી પોલીસ ફરિયાદ કરશો અને સંવિધાનિક પ્રતિકાર કરશો ? શું તમે તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરશો ? કે પછી વિનંતી કે આજીજી કરશો ? કે પછી તેમને ઘરમાંથી બહાર તગેડી મૂકી એક એવો પાઠ ભણાવશો કે એ ક્યારેય તમારા ઘર સામે આંખ ઉઠાવીને જોઈ ના શકે ? વિચારજો.......
મિત્રો હિંદુ ધર્મમાં ઉધઈ લગાડવામાં આવી છે . ઝેર પીરસવામાં આવ્યું છે . ઇતિહાસનું જુઠાણું ચલાવવામાં આવ્યું છે. કાયર બનાવવાનું એક મહા ષડયંત્ર કરવામાં આવ્યું છે . અને વર્તમાન સમયમાં આ બધું જ એક સિસ્ટમથી થઇ રહ્યું છે. આપણી આજુબાજુ ચાલતી દરેક પ્રવુત્તિને ધ્યાનથી જોશો તો સમજાઈ જશે. પણ અફસોસ આપણે ઘણા સમયથી એક ભાઇચારાના કેફી દ્રવ્યનું સેવન કરીએ છીએ. ભાઈચારો અવશ્ય હોવો જોઈએ પણ કોની સાથે ?? ભાઈ જેવું વર્તન કરે તેની સાથે ? શું તમારા ઘરે આવેલા ગુંડાઓ સાથે ભાઈચારો બતાવી શકશો ?
આપણા સમાજને ગુમરાહ કરીને નવી યુવા પેઢીને અયોગ્ય રસ્તે વાળવાનું કાવતરું વર્ષોથી ચાલે છે અને સફળ પણ રહ્યું છે. સિનેમાઘરોમાં આવતી ફિલ્મો , તેના ડાયલોગ ,તેની થીમ તેના હીરો અને હિરોઈન ખુબ વિચારીને પસંદ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક રીતે તમારું બ્રેઈન વોશ  કરવામાં આવે છે . મીડિયા એ જ બતાવે છે જેમાં ટી.આર.પી વધતી હોય . સાચા બનાવો ને સાચી માહિતી ખુબ સિફતથી છુપાવવામાં આવે છે. એક નિયત એજન્ડાથી જ બધું ચાલે છે. સરકારો પણ એ જ બાળકને પહેલા દૂધ આપે છે જે દૂધ માટે જીદ કરતું હોય કે રડતું હોય ..!! આજે આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે દરેક વસ્તુની સાબિતીઓ આપવી પડે.  વાણી સ્વાતંત્ર્ય એમના માટે જ છે જે એક પક્ષીય હોય . આપણને સત્ય બોલવાનો પણ અધિકાર નથી.
આ બધું થતું આવ્યું છે , થાય છે અને થતું પણ રહેશે ...જ્યાં સુધી આપણે જાગૃત નહિ થઇએ ...આપણો સમાજ ક્યારેય ખોટાનો સાથ આપતો નથી . કનિકા કપૂરનો સૌથી વધુ વિરોધ આપણે જ કર્યો . તેના માટે આપણે ખુલીને વાત અને વિરોધ પણ કરીએ છીએ. આંજે સેલીબ્રીટીઝના ભાઇચારાના વિડીયો સામે આવી રહ્યા છે પણ આ રીએક્શન છે મિત્રો કારણકે અમુક લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પોતાના જીવના ભોગે કોઈ ફળ કે શાકભાજી ખાવા તૈયાર નથી . એટલે હવે સત્ય સ્વીકાર્યું છે. અને તેમને સપોર્ટ કરવા વિડીયો બનાવવા પડ્યા છે. જાવેદ જાફરી જેવા લોકો કે જે કહે છે કે દરેક થુંક લગાડવાવાળો  કોરોના ગ્રસ્ત નથી. માટે થુંકવાળું શાકભાજી ને ફળ પણ લઇ લેવું જોઈએ . વાહ ભાઈ વાહ ! આપણા માટેની તેની માનસિકતા અહી છતી થાય છે. હું માનું છુ કે બધા જ લોકો ખરાબ નથી . પરંતુ તમારામાંથી (તમારા સમાજમાંથી) કોઈ ખરાબ છે તો તમારે જાતે સામે આવી એમને ખુલ્લા પાડવા પડશે , જેમ કાનીકાનો વિરોધ આપણા જ  સમાજે કર્યો તેમ તમારે પણ તમારામાંના આવા દેશદ્રોહી અને માનસિક વિકલાંગ તત્વોનો વિરોધ કરી બહાર લાવવા પડશે. ભાઈચારો કેળવવાનું આ પ્રથમ પગથીયું છે. જો સ્વીકારો તો !
આ ખાઈને પુરાવા માટે બંને પક્ષે આગળ આવવું પડશે . કડવું સત્ય સાંભળવાની હિંમત કેળવવી પડશે. ખોટા ષડ્યંત્ર બંદ કરવા પડશે . દેશ વિરોધી તાકાતોને બેનકાબ કરવી પડશે. નફફટ થઇ બીજાને ગાંડા સમજી આતંકીઓના પક્ષે ઉભા રહેવાનું ને બોલવાનું બંદ કરવું પડશે .
એક વાત સત્ય છે ...ભારત તેરે ટુકડે હોંગે ઇન્શા અલ્લાહ ઇન્શા અલ્લાહ એ શક્ય નહિ બને.
હિન્દુત્વ કી કબર ખુદેગી જે.એન.યુ કિ ધરતી પે એ પણ શક્ય નહિ બને.
જયારે સમગ્ર ભારત નવરાત્રી મનાવતું હોય ત્યારે જે.એન.યુ માં મહીશાશુરનો શહીદ દિવસ ઉજવાય છે.

ખિલાફત ૨.૦ ના પોસ્ટર લગાડાય છે. ભારતીય સંસ્કૃતિના ચિહ્નો મીટાવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને વિકૃત કરવામાં આવે છે.
હિંદુ દેવી-દેવતાઓની બીભત્સ વાતો થાય છે.
કાશ્મીરને સ્વતંત્ર કરવું છે.
અને બીજું એવું એટલું બધું કે આપો ખોઈ બેસાય .....બસ વાત એટલી જ કે કાં તો સુધારો..અથવા તો ખુલ્લા પાડો..અથવા તો મૌન રહી સપોર્ટ કરવાનું બંદ કરો ...ભારતીય બનવા માટે ભારતના થવું જરૂરી છે.
ભારતને વિશ્વફલક પર લઇ જવું હશે તો આ બધામાંથી બહાર આવવું જ પડશે . કારણ કે વિશ્વની કેટલીયે શક્તિઓ આપણા દેશને મજબુત થતો જોવા નથી માગતી . આપણા દેશને બરબાદ કરવા કેટલીય શક્તિઓ કાર્યરત છે. સદીયોથી હિંદુ ધર્મનો નાશ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે . આ દેશ ૮૦૦ વર્ષ મુગલો અને ૨૫૦ વરસ અંગ્રેજોનો ગુલામ રહ્યો . તેમણે આપણું ધર્મ પરિવર્તન કરાવવા અત્યાચાર કરવામાં કોઈ જ કસર નથી રાખી.  વિચારો આપણા બાપ દાદાઓ એ કેટલું વેઠયું હશે માત્ર ધર્મ બચાવવા ...!  અને છતા આજે હિંદુધર્મ સનાતન છે. અને રહેશે. ભારતના વિધર્મીયો એ ભૂતકાળના ડરી ગયેલા હિંદુઓ છે . હિંદુ વિશ્વનો માત્ર એવો ધર્મ છે જે ધર્માંતરણના પ્રયત્નો નથી કરતો.
આપણા આજુબાજુના પછાત વિસ્તારોમાં ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવુત્તિઓ અત્યંત ગુપ્ત રીતે જોરશોરમાં ચાલે છે. જેમાં આપણા અશિક્ષિત અને અભણ ભાઈયો ફસાતા જાય છે. આપણા ઉપર બધી બાજુથી હુમલા ચાલુ છે. આપણા દલિત ભાઈયોને આપણાથી દુર કરવાના પ્રયત્નો પણ થઇ રહ્યા છે . આ મેલી મુરાદો સફળ ના થાય એ માટે આપણે સૌએ જાગૃત થવું પડશે . અને આપણે એક જ પ્રભુનું સંતાન છીએ એ શાશ્વત સત્ય સ્વીકારવું પડશે.  
(વધુ આવતા અંકે ....)
વંદે ભારત માતરમાં
જાય હિન્દ


1 ટિપ્પણી: